Cart
September 2024
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30 
 
Shop

Sale

નાથ નેહ નજરે નિહાળો

(1 customer review)

50.00

કયું ન હો સુનાઈ સ્વામી
(મને ક્યારે સાંભળશો ?)

કયું ન હો સુનાઈ સ્વામી… આ પંક્તિ બોલતા બોલતા વિચારે ચઢી ગયો….

ભગવાન ! રોજ રોજ આપને હું વિનંતી કરું છું, આજીજી કરું છું, મારા મનના દ્વાર ખોલી અંગત અંગત વાતો કહું છું. પણ આપ સાંભળો છો ક્યાં ?
કે પછી કંઈ આપવું ના પડે એટલે મારી વાત સાંભળતા નથી…

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

હા… સંસારી જીવોની તો આવી ટેવ હોય છે, જેમ કે,
પુત્ર કહે : પપ્પા ! સાઈકલ અપાવો !
પપ્પા કહે : બેટા ! તેં શું કહ્યું ? જરા મારી પાસે આવીને કહે. ડાબા કાને સંભળાતું નથી.
પુત્રે પપ્પાના જમણા કાન તરફ જઈ કહ્યું: પપ્પા ! મને સ્કૂટર અપાવો !
એટલે પપ્પાએ કહ્યું: ઓહ! જમણો કાન તો ડાબા કરતાં પણ વધુ ખરાબ છે.

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️

શું ભગવાન આપ પણ સંસારી જીવોની જેમ વાત નહીં સાંભળો?
જો એમ નથી તો પછી સાંભળતા કેમ નથી?
આમ આપ સાંભળશો નહીં, તો મને કહેતા યુગોના યુગો વીતી જશે…
પણ ખરેખર આપ કાન દઈ સાંભળશો, તો મારી વાત ક્ષણવારમાં પતી જશે…

✨✨✨✨✨✨✨✨✨✨
આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે…
આમ જો તું સાંભળે, તો એક ક્ષણની વાત છે…
✨✨✨✨✨✨✨✨✨✨

કારણ કે
આપ અંતર્યામી છો…
બધું જ જાણો છો…
આપવા સમર્થ છો…

માત્ર દયાન આપતા નથી મારી વાત પર…
કે પછી મારી પ્રાર્થનામાં કચાશ છે ?

આપ મહાપુરુષ હોવાથી ભૂલ તો કાઢો નહીં, એટલે મૌન ઉપેક્ષા કરો છો !!!

મને લાગે છે કે હજી,
મારે મારી પ્રાર્થનાને વધુ સચોટ અને સ્પષ્ટ બનાવવી પડશે ….
ભાવનાને હજી વધારે ભક્તિના ઉછરંગથી માંજાવી પડશે !!!

💫💫💫💫💫💫💫💫💫💫

ભક્તિ એટલે જ ભગવાનને કહેવાની વાતને સતત મઠારતા રહેવાની મથામણ…

જો હું સતત મારી પ્રાર્થનાને માંજતો-સુધારતો રહું,
.
કે જેથી ભગવન !
આપને આપવાનો મારો સંદેશ, મારો વિનંતીપત્ર વધુને વધુ સ્પષ્ટ બનતો જાય, મારા વધુને વધુ આત્મપ્રદેશો એમાં જોડાતા જાય…

તો જ હું તારો ભક્ત !

અને જે દિવસે એ સ્પષ્ટ થયેલી પ્રાર્થના, આત્માના પ્રદેશ-પ્રદેશને સ્પર્શીને થયેલી હશે… અંતરની આરઝુ બનેલી હશે…
તે દિવસે આપ જરુર સાંભળશો !

આ જ મારી શ્રદ્ધા છે, આશા છે.

સંદર્ભ : નાથ ! નેહ નજરે નિહાલો

ઉપનય સમ્રાટ-દક્ષિણ ક્ષેત્ર પ્રભાવક-પરમ પૂજ્ય આચાર્ય ભગવન્ત અજિતશેખરસૂરિ મહારાજ દ્વારા લિખિત, 50 પ્રભુ સંવેદનાઓ ના અદભુત ખજાનાને માણવા, પરમાત્મા ભક્તિ દ્વારા મનને ભાવિત કરવા, પ્રભુ સંવેદના દ્વારા હૃદય પવિત્ર કરવા, નાથ ! નેહ નજરે નિહાલો પુસ્તક પ્રાપ્ત કરવા …….

https://arhamparivar.com/product/નાથ-નેહ-નજરે-નિહાળો/ ‎

પુસ્તક ની કિંમત 50/- રૂપિયા

-ARHAM PARIVAR
DEEPAK FURIA
8828820908

In stock

Description

Reviews (1)

1 review for નાથ નેહ નજરે નિહાળો

  1. Niyati hiten shah

    Nathnehnajerenihalobookfine khekherekhermaharajsaheebe je mahanat kari ne apni pasemokli che.

Add a review

Your email address will not be published. Required fields are marked *