M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
યશસ્વી તવારિખ:
યશસ્વી તવારિખ
યશસ્વી તવારિખ
યશસ્વી તવારિખ
યશસ્વી તવારિખ
યશસ્વી તવારિખ
વર્તમાનકાલીન હજારો બુદ્ધિપ્રધાન યુવાનોને શ્રી જિનોક્ત જ્ઞાન-ક્રિયામય મોક્ષમાર્ગની શ્રદ્ધા પેદા કરીને એ માર્ગે પ્રવર્તાવનારા-યુવા હૃદય પરિવર્તક, પ્રવચન પ્રભાવક સરળસ્વભાવી પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી અજિતશેખરસૂરીશ્ર્વરજી મ.સા.
સુરત નિવાસી ઝવેરી કુટુંબના મોહનભાઇ અને સુશીલાબેનના નંદન… (શ્રા.વ. ૭ – ૨૦૧૨, ૨૮/૦૮/૧૯૫૬ જન્મ, સુરત) ૧૫-૧૫ દીક્ષીત થયેલા જે કુળમાંથી છે એવા યોગી કુળમાં ઉછરેલા…
પૂજ્ય માતુશ્રી દ્વારા બાળપણથી સાદગી-સંતોષ-વિનય-જીવદયા-જયણા-ધાર્મિક સ્વાધ્યાય આદિ સંસ્કારોથી સજ્જ!
તીક્ષ્ણ મેઘાવી બુદ્ધિથી ભૌતિક ક્ષેત્રમાં ‘ઈઅ ઋશક્ષફહ‘ સુધી પહોંચેલા…
પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુ સૂરીશ્ર્વરજીમ.સા.ના વચનમાત્રથી દાક્ષિણ્યભાવે ચારિત્ર માર્ગનો સ્વીકાર કરનાર…
સંસારી પક્ષે ગુરુ ભ્રાતા, શ્રમણી ગણનાયક પૂજ્ય આચાર્યદેવ શ્રી અભયશેખર સૂરીશ્ર્વરજી મ.સા.ને પોતાના સંયમ જીવનના ગુરુપદે સ્થાપિત કરનાર…
આગમિક – પ્રાકરણિક પદાર્થોનો તથા જૈન-જૈનેતર દર્શનોનો ગુરુ ગમથી ઊંડો અભ્યાસ કરી, અલ્પ ચારિત્ર પર્યાયમાં ગહન છેદ ગ્રંથોના રહસ્યોને પામનાર…
ટુચકા દ્વારા પ્રવચનની શરૂઆત કરી, ગહન અને ગંભીર પદાર્થોને શીરાની જેમ શ્રોતાના હૃદય સુધી પહોંચાડવામાં માસ્ટર…
સરળ અને રસાળ શૈલીમાં, રોચક અને રોમાંચક ભાષામાં આજ સુધીમાં (૮૪) પુસ્તકોનું લેખન કરી લોકોના ઘર-ઘર અને ઘટ-ઘટ નું પરિવર્તન કરનાર…
પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણસૂરિ મ.ના વરદ હસ્તે ચૈત્ર વદ૧૧, ૨૦૫૫ તા. ૧૨/૦૪/૧૯૯૯ ગણિ-પન્યાસ પદવી વરનાર…
પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિ મ.ના વરદ હસ્તે માગસર સુદ ૬, ૨૦૬૫ તા. ૪-૧૨-૨૦૦૮ આચાર્યપદ પર આરૂઢ થનાર….
(૨૧) શિષ્ય-પ્રશિષ્યાદિની ઉત્તમ સંપદાને પામનાર…
અદ્ભુત દીક્ષા પ્રસંગ – ૨૦
(૨૧) અંજનશલાકા-પ્રતિષ્ઠા (૩૦), (૫) છ‘રિ પાલિત સંઘ, (૨૫) ઉપધાન તપ, (૧૫) પારિવારિક શિબિર. આદિ દ્વારા અદ્ભૂત શાસન પ્રભાવના કરનાર….
શ્રી પ્રતિમાશતક, સ્યાદ્વાદ મંજરી, ધર્મ સંગ્રહણિ જેવા જટિલ ગ્રંથો પર પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞા અને ઉત્તમ પ્રતિભાથી સંશોધક – ભાવાનુવાદકાર તરીકે કલમ ચલાવી સામાન્યજનને ગ્રાહ્ય બનાવનાર…
કોલ્હાપુર, રત્નાગિરિ, હુબલી, બેંગ્લોર, ચૈન્નઇ, વિજયવાડા આદિ દક્ષિણ ભારતના અનેક સંઘોમાં ચાતુર્માસ કરી ત્યાંના શ્રાવક-શ્રાવિકાના હૃદયમાં પ્રભુશાસનનો દિવો પ્રગટ કરનાર…
ભવ્ય ગુણ-ગણ નિધિ વિનીત શિષ્યગણ