Cart
September 2024
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30 
 

Biography

Prem Suri Maharaja

સિદ્ધાંત મહોદધિ પૂજ્ય 

આ. દે. શ્રી પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજા

યશસ્વી તવારિખ:

  • જન્મ : વિ.સં. ૧૯૪૦ ફાગણ સુદ -૧૫ નાંદિયા તીર્થ, વતન : પિંડવાડા
  • દીક્ષા : વિ.સં.૧૯૫૭ કારતક વદ-૬,પાલીતાણા
  • આચાર્ય પદ : વિ.સં.૧૯૯૧ ચૈત્ર સુદ-૧૪ રાધનપુર
  • સ્વર્ગવાસ : વિ.સં.૨૦૨૪ વૈશાખ વદ -૧૧, ખંભાત

ન્યાય વિશારદ પ.પૂ.આ.દે.

શ્રી ભુવનભાનુસૂરીશ્ર્વરજી મહારાજા

યશસ્વી તવારિખ

  • જન્મ : વિ.સં.૧૯૬૭ ચૈત્ર વદ-૬ અમદાવાદ
  • દીક્ષા : વિ.સં.૧૯૯૧ પોષ સુદ-૧૨ ચાણસ્મા
  • ગણિપદ : વિ.સં.૨૦૧૨ ફાલ્ગુન સુદ-૧૧ પુના
  • પંન્યાસ પદ : વિ.સં.૨૦૧૫ વૈશાખ સુદ-૬ સુરેન્દ્રનગર
  • આચાર્ય પદ : વિ.સં.૨૦૨૯ માગસર સુદ-૨ અમદાવાદ
  • સ્વર્ગવાસ : વિ.સં.૨૦૪૯ ચૈત્ર વદ -૧૩ અમદાવાદ

સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પૂ.આ.દે.
શ્રી જયઘોષસૂરીશ્ર્વરજી મહારાજા

યશસ્વી તવારિખ

  • જન્મ : વિ.સં.૧૯૯૨ અષાઢ વદ-૨, મુંબઈ
  • દીક્ષા : વિ.સં.૨૦૦૬ વૈશાખ વદ-૬, મુંબઈ
  • ગણિપદ : વિ.સં.૨૦૩૧ કારતક વદ-૧૦, અમદાવાદ
  • પંન્યાસ પદ : વિ.સં.૨૦૩૪ વૈશાખ સુદ-૫, અમદાવાદ
  • આચાર્ય પદ : વિ.સં.૨૦૪૦ મહા સુદ-૧૩, જલગાંવ
  • ગચ્છાધિપતિપદ : વિ.સં.૨૦૪૯ વૈશાખ વદ -૪, મુંબઈ

સહજાનંદી કર્મસાહિત્ય નિષ્ણાત પૂ.આ.દે.
શ્રી ધર્મજિત્સૂરીશ્ર્વરજી મહારાજા

યશસ્વી તવારિખ

  • જન્મ : વિ.સં. ૧૯૮૪ વૈશાખ વદ-૫, સુરત
  • દીક્ષા : વિ.સં. ૨૦૦૭ મહા સુદ-૬, સુરત
  • ગણિપદ : વિ.સં. ૨૦૩૨ મહા સુદ-૧૦, અમદાવાદ
  • પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૮ મહા સુદ-૧૦, નડિયાદ
  • આચાર્ય પદ : વિ.સં. ૨૦૪૩ વૈશાખ સુદ-૬, કોલ્હાપુર
  • સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૪૪ ચૈત્ર વદ -૧૪, કોલ્હાપુર

સૂરિમંત્રસમારાધક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂ.આ.દે.
શ્રી જયશેખરસૂરીશ્ર્વરજી મ.સા.

યશસ્વી તવારિખ

  • જન્મ : વિ.સં. ૧૯૮૬ જેઠ વદ-૫, મુંબઈ
  • દીક્ષા : વિ.સં. ૨૦૦૮ જેઠ સુદ-૫ મુંબઈ (ભાયખલા)
  • ગણિપદ : વિ.સં. ૨૦૩૮ માગસર વદ-૩, ભૂજ (કચ્છ)
  • પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૧ જેઠ સુદ-૧૦ મલાડ
  • આચાર્ય પદ : વિ.સં.૨૦૪૪ જેઠ સુદ-૧૦ કોલ્હાપુર
  • સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૫૭ ભાદરવા વદ -૧૨
    (મલાડ હીરસૂરિ ઉપાશ્રય, સૂરિમંત્રનો વાસક્ષેપ કરતા કરતા)

ન્યાયનિપુણ વિદ્વદ્વર્ય પૂ.આ.દે.
શ્રી અભયશેખરસૂરીશ્ર્વરજી મ.સા.

યશસ્વી તવારિખ

  • જન્મ : વિ.સં.૨૦૧૦ ભાદરવા વદ-૫, સુરત
  • દીક્ષા : વિ.સં.૨૦૩૧ કારતક વદ-૧૦, સાવરકુંડલા
  • ગણિપદ : વિ.સં.૨૦૪૯ આસો વદ-૬, ગોરેગાંવ
  • પંન્યાસ પદ : વિ.સં.૨૦૫૩ કારતક વદ-૯, અમદાવાદ
  • આચાર્ય પદ : વિ.સં.૨૦૫૭ વૈશાખ સુદ-૧૨, મુંબઈ
  • શ્રમણીગણનાયક પદ : વિ.સં.૨૦૬૮ માગસર સુદ-૬, ઘાટકોપર

Param Pujya Acharyadev

Shri Ajitshekar Suriswarji M.S.

: ૐ ર્હ્રીં શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથાય નમ : ૐ ણ્ઁ નમ :

વર્તમાનકાલીન હજારો બુદ્ધિપ્રધાન યુવાનોને શ્રી જિનોક્ત જ્ઞાન-ક્રિયામય મોક્ષમાર્ગની શ્રદ્ધા પેદા કરીને એ માર્ગે પ્રવર્તાવનારા-યુવા હૃદય પરિવર્તક, પ્રવચન પ્રભાવક સરળસ્વભાવી પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી અજિતશેખરસૂરીશ્ર્વરજી મ.સા.

સુરત નિવાસી ઝવેરી કુટુંબના મોહનભાઇ અને સુશીલાબેનના નંદન… (શ્રા.વ. ૭ – ૨૦૧૨, ૨૮/૦૮/૧૯૫૬ જન્મ, સુરત) ૧૫-૧૫ દીક્ષીત થયેલા જે કુળમાંથી છે એવા યોગી કુળમાં ઉછરેલા…

પૂજ્ય માતુશ્રી દ્વારા બાળપણથી સાદગી-સંતોષ-વિનય-જીવદયા-જયણા-ધાર્મિક સ્વાધ્યાય આદિ સંસ્કારોથી સજ્જ!

તીક્ષ્ણ મેઘાવી બુદ્ધિથી ભૌતિક ક્ષેત્રમાં ‘ઈઅ ઋશક્ષફહ‘ સુધી પહોંચેલા…

પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુ સૂરીશ્ર્વરજીમ.સા.ના વચનમાત્રથી દાક્ષિણ્યભાવે ચારિત્ર માર્ગનો સ્વીકાર કરનાર…

સંસારી પક્ષે ગુરુ ભ્રાતા, શ્રમણી ગણનાયક પૂજ્ય આચાર્યદેવ શ્રી અભયશેખર સૂરીશ્ર્વરજી મ.સા.ને પોતાના સંયમ જીવનના ગુરુપદે સ્થાપિત કરનાર…

આગમિક – પ્રાકરણિક પદાર્થોનો તથા જૈન-જૈનેતર દર્શનોનો ગુરુ ગમથી ઊંડો અભ્યાસ કરી, અલ્પ ચારિત્ર પર્યાયમાં ગહન છેદ ગ્રંથોના રહસ્યોને પામનાર…

ટુચકા દ્વારા પ્રવચનની શરૂઆત કરી, ગહન અને ગંભીર પદાર્થોને શીરાની જેમ શ્રોતાના હૃદય સુધી પહોંચાડવામાં માસ્ટર…

સરળ અને રસાળ શૈલીમાં, રોચક અને રોમાંચક ભાષામાં આજ સુધીમાં (૮૪) પુસ્તકોનું લેખન કરી લોકોના ઘર-ઘર અને ઘટ-ઘટ નું પરિવર્તન કરનાર…

પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણસૂરિ મ.ના વરદ હસ્તે ચૈત્ર વદ૧૧, ૨૦૫૫ તા. ૧૨/૦૪/૧૯૯૯ ગણિ-પન્યાસ પદવી વરનાર…

પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિ મ.ના વરદ હસ્તે માગસર સુદ ૬, ૨૦૬૫ તા. ૪-૧૨-૨૦૦૮ આચાર્યપદ પર આરૂઢ થનાર….

(૨૧) શિષ્ય-પ્રશિષ્યાદિની ઉત્તમ સંપદાને પામનાર…

અદ્ભુત દીક્ષા પ્રસંગ – ૨૦

(૨૧) અંજનશલાકા-પ્રતિષ્ઠા (૩૦), (૫) છ‘રિ પાલિત સંઘ, (૨૫) ઉપધાન તપ, (૧૫) પારિવારિક શિબિર. આદિ દ્વારા અદ્ભૂત શાસન પ્રભાવના કરનાર….

  • તત્ત્વ જિજ્ઞાસુને તત્વામૃત ભોજનની તૃપ્તિ કરાવનાર…
  • શુષ્ક અધ્યાત્મવાદીને આર્દ્ર ભક્તિયોગી બનાવનાર…
  • નિશ્ર્ચય અને વ્યવહાર બંનેનું સંતુલન કરી પ્રભુવચન પીરસનાર
  • ભક્તિથી ભરેલા હૃદયથી જ્ઞાનસાર અને વીતરાગ સ્તોત્રાદિ ગ્રંથોના આંલબને થી અધિક સ્તવનો તથા () થી અધિક સ્તુતિઓનું નૂતન સર્જન કરનાર…

શ્રી પ્રતિમાશતક, સ્યાદ્વાદ મંજરી, ધર્મ સંગ્રહણિ જેવા જટિલ ગ્રંથો પર પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞા અને ઉત્તમ પ્રતિભાથી સંશોધક – ભાવાનુવાદકાર તરીકે કલમ ચલાવી સામાન્યજનને ગ્રાહ્ય બનાવનાર…

કોલ્હાપુર, રત્નાગિરિ, હુબલી, બેંગ્લોર, ચૈન્નઇ, વિજયવાડા આદિ દક્ષિણ ભારતના અનેક સંઘોમાં ચાતુર્માસ કરી ત્યાંના શ્રાવક-શ્રાવિકાના હૃદયમાં પ્રભુશાસનનો દિવો પ્રગટ કરનાર…

ભવ્ય ગુણ-ગણ નિધિ વિનીત શિષ્યગણ

  1. પૂજ્ય મુ. ચિત્શેખર મ.સા.
  2. પૂજ્ય સ્વ. મુ. જ્ઞાનશેખર મ.સા.
  3. પૂજ્ય મુ. ઓમકારશેખર મ.સા.
  4. પૂજ્ય મુ. મંત્રશેખર મ.સા.
  5. પૂજ્ય મુ. ધ્યાનશેખર મ.સા.
  6. પૂજ્ય મુ. કૃપાશેખર મ.સા.
  7. પૂજ્ય સ્વ. મુ. સુમતિશેખર મ.સા.
  8. પૂજ્ય મુ. વર્ધમાનશેખર મ.સા.
  9. પૂજ્ય મુ. જયધર્મશેખર મ.સા.
  10. પૂજ્ય મુ. મૈત્રીશેખર મ.સા
  11. પૂજ્ય મુ. દર્શનશેખર મ.સા.
  12. પૂજ્ય મુ. જિનદૃષ્ટિશેખર મ.સા.
  13. પૂજ્ય મુ. જસશેખર મ.સા.
  14. પૂજ્ય મુ. જૈનતીર્થશેખર મ.સા.
  15. પૂજ્ય મુ. અર્હમ્શેખર મ.સા.
  16. પૂજ્ય મુ. જયપ્રેમશેખર મ.સા.
  17. પૂજ્ય મુ. પ્રભુપ્રેમશેખર મ.સા.
  18. પૂજ્ય મુ. યોગદૃષ્ટિશેખર મ.સા.
  19. પૂજ્ય મુ. વિમલપ્રેમશેખર મ.સા.
  20. પૂજ્ય મુ. તીર્થશેખર મ.સા.
  21. પૂજ્ય મુ. બહુશ્રુતશેખર મ.સા.
  22. મુમુક્ષુ યશભાઇ